કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વિસનગર તાલુકા પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા 6 અરજદારોને 3.30 લાખથી વધુની રકમ પરત અપાવી

વિસનગર તાલુકા પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા છ અરજદારોને કુલ રૂ.3.30 લાખથી વધુની રકમ પરત અપાવી ઉપરાંત રૂ.1.72 લાખની કિંમતના નવ મોબાઇલ પણ મૂળ માલિકોને પરત સોંપ્યા તાલુકાના દઢીયાળ ગામના રાજેશભાઈ ચૌધરીના ખાતામાંથી ઓટીપી વગર રૂ.90 હજાર ઉપડી જતાં તેમણે 1930 સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી.

ફરિયાદ મળતાં જ પોલીસના ટેકનિકલ એક્સપર્ટે જે ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ તે તાત્કાલિક હોલ્ડ કરાવ્યું ત્યાર બાદ તેરા તુજકો અર્પણ પોર્ટલ મારફતે કોર્ટમાં અરજી કરતાં કોર્ટના આદેશ બાદ રકમ પરત મળી તે જ રીતે ઉમતાના દેવેન્દ્રભાઈ પટેલના ખાતામાંથી પણ રૂ.90 હજાર ઉપડી ગયા જે મામલે પોલીસે ટેકનિકલ તપાસ કરી રકમ પરત અપાવી

જ્યારે વિસનગરના મહેશભાઈ ચૌધરીને કટલરીનો માલ મોકલવાના બહાને વિશ્વાસમાં લઈ ઓનલાઇન રૂ.35 હજાર ટ્રાન્સફર કરાવ્યા માલ ન મળતાં તેમણે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરાવનાર સુધી પહોંચી રકમ પરત અપાવી આ કામગીરીમાં પીઆઈ એમ.સી. પટેલ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ ભરતજી, અવનીબેન પ્રકાશભાઈ તથા આઈટી એક્સપર્ટ અલકેશજી સહિતની ટીમ જોડાઈ

Leave a Comment

और पढ़ें