કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો

👉તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતગર્ત ગુમ થયેલ મોબાઈલ મૂળ માલિકો ને પરત આપતી કડી, નંદાસણ , બાવલું પોલીસ
👉 ગુમ થયેલા મોબાઈલ 42 નંગ મોબાઈલ જેની આશરે કિંમત 6.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ પરત કર્યો
કડી, નંદાસણ, બાવલું પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ભાવનાને સાર્થક કરતા અનેક અરજદારનો ગુમ થયેલા કિંમતી મોબાઈલ શોધી કાઢી પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે.
મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ આજે “દેવદૂત” સાબિત થઈ છે. પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંર્તગત વર્ષોની મહેનતથી કમાણી સમાન ગુમ થયેલ મોબાઈલ મૂળ માલિકો ને પરત કરવામાં આવ્યા હતા. મૂળ માલિકો ને પોતાના મોબાઈલ પરત મળતા તેમના ચહેરા પર ખુશી લાવી દીધી છે. આ અદભૂત કામગીરી થી મોબાઈલ ના મૂળ માલિકો એ પોલીસ ની આ કામગીરી ને બિરદાવી હતી.
 પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસ દ્ધારા ગુમ થયેલા કુલ 42 નંગ મોબાઈલ શોધી કાઢ્યા હતા. આ ફોન તેમના મૂળ માલિકો ને પરત કરવામાં આવ્યા છે.
નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આ યોજાયેલ કાર્યક્રમ માં કડી, નંદાસણ, બાવલું પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઈલ ની મળેલ અરજીઓ ના આધારે આ મોબાઈલ નું ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાબા સમયથી ગુમ થયેલા આ ફોન શોધી કાઢવામાં આવ્યા બાદ કડી ખાતે આવેલ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એક વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં મોબાઈલ ના મૂળ માલિકો ને બોલાવી કાયદેસર ની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને તેમના ફોન પર પરત મળતા નાગરિકોએ કડી, નંદાસણ, બાવલું પોલીસ ની કામગીરી ની સરાહના કરી હતી.
અરજદારો માં ખુશીનો માહોલ જોવા મળ્યો
પોતાની મહેનત ની કમાણી થી લાવેલ મોબાઈલ ફોન પરત મળતા અરજદારો ગદગદિત થઈ ગયા હતા. એક મહિલા એ જણાવ્યું હતું કે મોબાઈલ પરત મળવાની આશા છોડી દીધી હતી પરતું પોલીસે જે રીતે જહેમત ઉઠાવીને અમારો મોબાઈલ પરત આવ્યો છે તે કાબિલે તારીફ છે. તથા અન્ય ગુમ થયેલ મોબાઈલ ના મૂળ માલિકે જણાવ્યું કે અનેક મહિના ગુમ થયા હતા મોબાઈલ ને અમે તો આશા છોડી દીધી હતી કે અમારો મોબાઈલ પરત આવશે એમ પરતું ખરેખર પોલીસ ની મહેનત રંગ લાવી અને અમારા અનેક મહિનાથી ગુમ થયેલા મોબાઈલ અમને પરત મળતા પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુમ થયેલ મોબાઈલ મૂળ માલિકો ને પરત કરાયેલ મોબાઇલ ની વિગત
કડી પોલીસ સ્ટેશન:- 25 નંગ મોબાઈલ જેની આશરે કિંમત 4.64 લાખ રૂપિયા 
નંદાસણ પોલીસ સ્ટેશન:- 12 નંગ મોબાઈલ જેની આશરે કિંમત 1.69 લાખ રૂપિયા 
બાવલું પોલીસ સ્ટેશન:- 5 નંગ જેની આશરે કિંમત 65000/- હજાર રૂપિયા જે કુલ મળી 6.98 લાખ રૂપિયા નો મુદામાલ પરત કરવામાં આવ્યો હતો.
આ કામગીરી કરનાર અધિકારી અને પોલીસ કર્મચારીઓ 
DYSP ડો. હાર્દિક પ્રજાપતિ 
કડી પી. આઈ.એ.એસ. રબારી 
નંદાસણ પી. આઈ એન. જી. ગોહિલ 
બાવલું પી. આઇ ડી. જી બડવા 
કડી પી.એસ. આઈ આર. આર. પરમાર 
કડી પોલીસ કર્મચારીઓ રણછોડભાઈ, યુવરાજસિંહ, જસવંતકુમાર, હરપાલસિંહ, રાજુભાઈ,વિજયભાઈ, દીક્ષિતભાઈ, રાજુભાઈ તેજમલભાઈ, પરેશભાઈ, જયેશભાઈ, સંજયસિંહ 
નંદાસણ પોલીસ કર્મચારી વિજયસિંહ, મકસુદખાન, જીતેન્દ્રભાઈ 
બાવલું પોલીસ કર્મચારી 
રાજુભાઈ, ભાવિકભાઈ

Leave a Comment

और पढ़ें