કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

કમળાપુરાની દીકરીએ દાદીના અવસાન બાદ ચક્ષુદાન કરી સમાજને પ્રેરણા આપી

કડી તાલુકાના કમળાપુરા ગામની વતની અને હાલ લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે નિવાસ કરતા સ્વ. સવિતાબેન નારાયણભાઈ પટેલનું તા. 18-05-2026, સોમવારના રોજ 85 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. તેમના અવસાન બાદ તેમની લાડકી પૌત્રી સોનિયાબેને દાદીના ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લઈ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સોનિયાબેનના આ સેવાભાવી કાર્યથી બે જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવી દ્રષ્ટિ પ્રાપ્ત થવાની આશા જાગી છે. પરિવાર દ્વારા લેવામાં આવેલ આ માનવતાભર્યા નિર્ણયની સમાજમાં પ્રશંસા થઈ રહી છે.

આ ચક્ષુદાન પ્રક્રિયા Lions Clubs International અંતર્ગત Lions Club of Kadi અને Alpha Foundation ના સંયુક્ત ઉપક્રમે પૂર્ણ કરવામાં આવી હતી. પ્રસંગે ડૉ. આનંદ પટેલ, લાયન પ્રમુખ શ્રી ગોપાલ નાયક તથા મયંક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

દાનમાં પ્રાપ્ત થયેલ ચક્ષુઓને વધુ પ્રક્રિયા માટે Indian Red Cross Society અમદાવાદ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.

સમાજમાં ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાય અને વધુ લોકો આ મહાદાન માટે પ્રેરાય તેવો આ પ્રસંગ એક ઉત્તમ સંદેશ આપતો બની રહ્યો છે.

Leave a Comment

और पढ़ें