વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના 12 વર્ષ ના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે કડી માં આવેલ નાની કડી ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રહ્યું હતું.આ શિબિર નો મુખ્ય હેતુ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ નો લાભ સીધો લાભાર્થીઓ સુધી પહોચાડવાનો હતો.
નાની કડી વિસ્તારના નાગરિકો સરકારી સેવાઓ સીધી મળી રહે તે માટે આ શિબિર યોજાઈ હતો. શિબિરમાં આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના,પી. એમ. સ્વાનિધિ યોજના,પી.એમ. સૂર્યઘર યોજના, નમો લક્ષ્મી યોજના, તેમજ આધાર કાર્ડ સંબંધિત કામગીરી સહિત વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. લાભાર્થીઓ સ્થળ પર જરૂરી માહિતી મેળવી યોજનાઓ નો લાભ લેવા માટે ની પક્રિયા પૂર્ણ કરી હતી.
મામલતદાર કચેરી નો સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, તેમજ ભાજપના કાર્યકરો , આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ થતા નાગરિકો પણ આ શિબિરમાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ અને આગેવાનો નાગરિકો ને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ નો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ માં આશરે નાની કડી ગામ ના 450 થી વધુ લોકો એ લાભ લીધો હતો.
આ પ્રસંગે કડી ના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, મહેસાણા ડિસ્ટ્રીકટ બેંક ના ચેરમેન વિનોદભાઈ પટેલ, તાલુકા પ્રમુખ શૈલેષભાઈ ઠાકોર, નીરજ પટેલ, સચિનભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ,નાની કડી જીલ્લા પંચાયત સીટ ના સદસ્ય મયંકભાઇ પટેલ જેવા અનેક ભાજપ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. મામલતદાર સમર્થભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી કલ્પેશસિંહ ચાવડા, શાળાના આચાર્ય સહિત અનેક ગામના આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.